Tuesday, December 27, 2011

..કોઇ વાત હતી!

Posted on December 27, 2011
by Kamalesh Ravishankar Raval on Tuesday, December 27, 2011 at 12:26pm

નિસર્ગ ને સથવારે સમી સાંજ હતી, મારા પાંપણ તળૅ શમણા ની કોઇ વાત હતી!

મળી ગયો દરિયા ની ભીની માટી નો સંગાથ , આવી ગઈ જબાન પર દિલ મા જે વાત હતી!



મળી નથી ગયા સખી આપણૅ એની મેળૅ , જોજનો દૂએ રહી ને મળવા મા કુદરત ની કોઈ રાઝ હતી…………..!

નથી મળતા બે જીવ સાથે વરસો રહી ને પણ, પણ મળી ગયા એ પળ ભર મા એ બે માં કોઈ ખાસ વાત હતી….!



સપ્તાપદી ની સાક્ષી એ ભલે ન બંધાયા આપણે, પણ સાત જનમ રહીશું સાથ એ વચન થી આપણા પ્રેમ ની શરૂઆત હતી…!

ભલે ન ઉઠાવ્યો હોય સુહાગ રાતે તારો ઘૂંઘટ , પણ તારા ચહેરા ની ચાંદની થી ચમક્તી એક યાદ ભરી રાત હતી…………..!



મનાવી નથી સુહાગ રાત આપણે પણ તારી કલ્પના ની દુનિયા મા ઍ અહેસાસ ની અનોખી વાત હતી……….!!!!!!!!!!!

નથી થયૉ અમસ્તો તારા રૂપ નો ઘેલો સખી પણ તારા સ્વર મા મઘુરજની ની અનેરી રણકાર હતી…………!!!!!!!!!!!



નથી જોઈ મે ઊર્વશી – રંભા મેનકા કે ક્લિયોપેટ્રા ને, પણ એમના રૂપ ને ભૂલાવી દેતી તારા ચહેરા ની મલકાટ હતી…..!!!!

ખબર છે તુ અંતર થી ઘણી દૂર, પણ શિશિર ના મદમસ્ત પવન મા તારા તન બદન ની ખૂશ્બૂ ની પમરાટ હતી…..!!!!!!!!





નહોતૉ વરતાયો જ્યાં સુધી તમારો અણસાર ત્યાં સુધી જિ’દગી ની હર એક પળ માત્ર એક માઝમ રાત હતી……….!!!!!

સમજી લે જો સખી સાન મા દુન્યવી વહેવાર અનુસાર , આ કવિતા આપણા પ્રેમ પત્ર ની પ્રથમ રજૂઆત હતી………..!!!!!

No comments:

Post a Comment