Tuesday, December 27, 2011

આત્મ દર્શન…..!

Posted on December 26, 2011
by Kamalesh Ravishankar Raval on Monday, December 26, 2011 at 8:14pm

વેદના ની વા્ચા વાંચી શકે તો કંઈ નહિ…..મારી આંખો મા તુ નજરો મિલાવી ને જોઈ તો જો….

પ્રેમ ની વાતો ઘણી કરી લીધી શબ્દો થી…. એક વાર તુ મારા મૌન ની ભાષા ને આંખો માં વાંચી તુ જો……..!!!!



સજાવી દીધા ઘણા શામિયાણા, નૅતા ઓ ને, અભિનેત્રી ઓ તણા..ભલા તારા ઘર ને તુ એક વાર સજાવી તું જો….!

ખિલાવી દીધા ઘણા ગુલશન વાતો ના વડાં કરી ને, ઘર આંગણે તુ એક ગૂલ ખિલાવી તું જો…..!!!!!!!!!!



પાપ ધોવા નાહી લીધું સાતે નદી ઓ ના પવિત્ર પાણી થી…..અરે પ્રાયશ્ચિત ના ઝરણા મા એક ડૂબકી લગાવી તુ જો…..!!

આંસુ વહાવ્યા છે જેમણૅ તારી ખુશી ઓ ની ખાતર….એક વાર ઍ રડમસ ચહેરાઓ ને હસાવી તુ જો……..!!!!!!!



ભરી લીધાં છે ખિસ્સા તારાં ભ્રષ્ટાચાર ને લાંચ રુશવત થી…એક વાર તુ એને સમાજ માટે તુ લૂટાવી તુ જો…….!!!!!

મંદિર બનાવી દીધાં તે લાખો કરોડો ના નારાયણ કાજે, દરિદ્ર નારાયણ માટે એક રૈન બસેરા બનાવી તુ જો… ..!!!!!



વાતો તે ઘણી કરી લીધી “વસુધૈવ કુ્ટુંબકમ” ની …તારા મિત્રો ને સગા ઓ ને અપનાવી તું જો……!!!!!!!

વ્રુદ્ધાશ્રમ જ બનાવ્યા તે આજ સૂધી , તારા ખૂદ ના મા બાપ ને તુ ઘર મા સમાવી તુ જો……….!!!!!!!!!



કરી દી્ધાં તે પારકાં ને પોતાના તારી વાક છટા થી, અરે તુ તારા આપ્ત જન ને ગળૅ લગાડી તુ જો….!!!!

બનાવી ઘણી સ્ત્રી મિત્રો આજ સૂધી , ભલા તારા ઘર ની નિર્દોષ પત્ની ને તું એક વાર અપનાવી તુ જો…!!!!!





કૉપી રાઈટ @ કમલેશ રવિશંકર રાવલ……….



This Poem doesn’t have any kind of co-relation of Shri Shankar Singh Vaghela’s recent statement about Gujarat CM Narendra Modi……!!!!!!!

No comments:

Post a Comment